શાયરી……

સલોની સાંજ

1)બગીચામા અનેક છોડ કોળ્યા છે
ખુદાએ તેમા અનેકો રંગ ધોળ્યા છે
જ્યારથી નયનોથી જોવા લાગી છુ ત્યારથી હવે એક ધારા હોટ બોલ્યા છે

2)અનેકો મુલાકાતોમા વિશ્વાસ થઇ ગયો
જીવનમા એકાએક અજવાસ થઇ ગયો
આશાઓના કિરણો હિલોળે ચડ્યા બસ ત્યારથી જિન્દગીનો આભાસ થઇ ગયો

3)જિન્દગીમા અનેકો રંગો ભરી લઇએ
મળ્યો છે દેહ તો ફરી લઇએ
ઇશ તણો જોને મળ્યો છે દરબાર તો એકવાર કોઇને યાદ કરી લઇએ

4)અનેકો મુસ્કાનના કારણ રહી જશે
અનેક મુલાકાતની સ્મુતી રહી જશે
દીલમા કાયમ અમને દર્દ થશે તો સ્વપ્ન રહી જશે

5)મન ભરીને ધરતી પર ટહેલવા દો
મળી છે જિન્દગી તો મને વિહરવા દો
હુ શુ જાનુ કે મારો બીજો જન્મ શુ મને તો બસ મન ભરીને પ્રસરવા દો

6)દોસ્તીના દિવસો હજુ ખ્વાબ છે આંખમા હજુ દોસ્તીનો શરાબ છે
એ દોસ્ત તે તો એવો નશો દિધો કે તારી દોસ્તીનો નશો લાજવાબ છે

7)યાર તારો સાથ મારી મિલકત છે
તારી મુસ્કાન એ જિન્દગીની હરકત છે
તે તો એવી દુરી દઇ દિધી કે તારી દુરીને માણવી એ મારી ઇજ્જત છે

8)દુર જવાથી દોસ્તીનો દુલાર વધે ઇંતજાર કરવાથી દોસ્તીનો પ્યાર વધે
જિન્દગીમા તે તો એવી દોસ્તી નિભાવી કે તારી દોસ્તી નિભાવવાથી સદાબહાર વધે

9)છોડનારને ક્યા ખબર નથી કે અન્ધકાર છે
તેને એ ક્યા ખબર નથી કે હોનહાર છે
એ તો જાણે જ છે દોસ્તીના ઘા સદા તેના વગર જિન્દગીમા દીલહાર છે

10)કેટલા પતન્ગીયા ઉડે આસપાસમા
કોને ખબર કેમ વ્યર્થ પ્રયાસમા
મેહનત કરી યાદ કરી રહ્યા છે
બસ એ યાદ છે કોની તલાશમા

11)તમારા ઘર પાસે ગુલાબ ઢળી ગયા
ગુલાબ જોવા માણસો હળી ગયા
પ્રશંસાના પુશ્પો સાંભળતા જોવા ગયા
એ જોવા આવ્યાને તમે મળી ગયા

12)જિન્દગીની એક અમુલી યાદ ચોરાણી
આસપાસના પરીસરનમા હુ ડોકણી
દ્રુશ્ટીથી શોધતી ફરતી અટવાતી રહી
એવી ફરતી રહી કે એક યાદ રોકણી

13)પ્રેમથી અપાયેલુ ભોજન સો જમે
રીજતા માણસોને તો સો નમે
જિન્દગીમા આપે યાદોનો સહારો તો એ યાદોનો સહારો સો ને ગમે

14)અમાસનો અન્ધકાર ઉજાસ પુનમનો
ધબકાર છે એ પુશ્પોની ફોરમનો
રોજની રોજને યાદની એક યાદ હવે લાગે દરરોજ એ ફરીયાદ

15)જિન્દગીમા આપી ખુશી નિરાલી મશહુર આપી છે પ્યાલી
જો નાર તો જોતા રહી જશે
તેવી આપી છે જિન્દગીમા ખુશાલી

16)અનેક સપનો સમાયા ભીતરમા કેમ શોધવા તેને સાગરમા
જો સમાયા સ્વપ્ન અનેક
તો એને શોધવા કેમ અંતરમા

17)મન અસ્થીર મનની ચંચલતા મન પર છવાયેલ રહે વાદલતા
રંગોમા અને રંગોમા મન પર છવાયેલ રહે છે
કાયમ કોમલતા

18)સાત અજાયબી બની છે પ્રખ્યાત જગમા
એ અજાયબી છે વિખ્યાત
અજાયબી તો એવી આપી છે
તમે કે જિન્દગી બની છે અમારી સોગત

19)મહેફીલ સામે જ ખડી છે એ મહેફીલ ખુબ જ લડી છે
જો મહેફીલની રંગત જામી જાય તો
આ જિન્દગી હિલોળે ચડી છે

20)સચવાયેલા છે યાદના ઉપકાર હવે યાદ બની છે ધબકાર
તમે એવી તે સજાવી છે યાદ કે હવે જિન્દગીનો છે એ આધાર

21)ન જાણુ પ્રેમથી કેમ લખાતુ યાદમા દિલ કેમ ઘુઘવાતુ
જ્યા બની છે ચાન્દની દિવાની
ત્યા શબોરોજનુ ગાણુ કેમ ગવાતુ

22)આમ તો જિન્દગીની મહેરબાની છે
જિન્દગીની નજર ખુબ સુહાની છે
બને છે જિન્દગી મદહોશ જ્યારે ત્યારે દોસ્તીની વાતો એક કહાની છે

23)દોસ્તીની યાદગાર પળ દિવાની છે
એમ તો વાતો અમારી ધુપદાની છે
બને છે જ્યારે આધાર વાતો ત્યારે વાતો દોસ્તીની નિશાની છે

24)દોસ્તી સચવાયેલી છે દામનમા થાય છે વાતો હવે મુકામમા
રહેવાદો એ વાતોની યાદોને કે જે દોસ્તી હમેશ છે તમામમા

25)દોસ્તીની જાળ હવે સમેટાઇ
યાદોની વાતો હવે ભુલાઇ
સચવાઇ છે અનેક પળો જ્યા યાદ હવે વિખરાઇ

26)રહી ગયેલી વાતો ખળભળી જ્યારે એક ચિનગારી પ્રજવળી
વાતનુ વતેસર બનતુ રહ્યુ ત્યારે એક ચિનગારી નિકળી

27)અજીબ હાલમા છે સવેન્દન બને છે જ્યારે એ દર્શન
રોનક છે એ જ બાગમા
જ્યા ઉભુ છે એક રોશન

28)આકાશમા રાતે ટમટમે છે સિતારા
આકાશને ક્યા હોય છે કિનારા
જુઓ જ્યાથી આકાશ ત્યાથી એ લાગે જાણે જરે છે તિખારા

29)મુલાકાતને હવે અમે મનાવી આગળ મુલાકાત તમે ધપાવી
રોશન થાય છે મુલાકાત જ્યારથી તમે યાદને રિજાવી

30)પત્થરો પણ દેવ થકી પુજાઇ શરાબ પણ પાણી માની પીવાઇ
માનવીના મન બન્યા છે અળગા ત્યા અમુલી યાદોને પણ રોળાઇ

31)જ્યા કોઇની આશા રખાઇ છે ત્યા અમારાથી વારમ્વાર જવાય છે આશા એ ધડકનનો આધાર છે ત્યા અમારાથી તમને યાદ કરાય છે

32)ના ચર્ચાથી ના લહેરથી ના આશાથી ના કહેરથી જયા મન માન્યુ ના મારાથી
ત્યા કેમ જવુ મહેરથી

33)જ્યારે જગતમા પ્રક્રુતી થઇ
ત્યારે પ્રથમ હેલી થઇ હશે
જ્યારે જગતમા યાદ બની હશે ત્યારે પ્રથમ તડપ બની હશે

34)મારી આશા બન્ધાય અહી ત્યા કોઇ આશા બન્ધશો નહી હુ જો ત્યા આશા છોડી દોઉ ત્યા કોઇ આશા છોડશો નહી

35)અનેક વાતો ખોવાઇ છે
અનેક વાતો ફેલાઇ છે
વાતોના વાવડો જ્યા ફરે ત્યા માણસ લહેરાઇ છે

36)યાદમા પણ યાદ સચવાઇ છે યાદમા એક આંખ છલકાઇ છે
જ્યારે આવે છે યાદ ત્યારે કેમ દીલની આગ બુજાઇ છે

37)અનેક ગજલોના ગાણા ગવાયા ગજલોથી માણસો જોડાયા
છે કઇ મારી ગજલમા દમ કે બધા અમથે અમથા હલબલાયા

38)હુ જ્યારે ગીત ગાવ છુ ત્યારે હુ બન્ધાઇ જાઉ છુ
કેમ થાય છે આમ કે જેનાથી હુ દુનિયામા ફેલાય જાઉ છુ

39)લીમડાની ડાળે પાન સળવળે ડોલતા પેલા પુશ્પો સામ્ભળે
કેમ આમ થઇ જાય છે કે પેલી લીમ્બોળી ટળવળે

40)કેમ લોકો આમ ડોકાય છે
કેમ આમ યાદ ભીસાઇ છે
જ્યા જીવનની યાદ છે ત્યા કેમ લોકો વગોવાય છે

41)આમ તેમ ગાજ વિજ સમ્ભલાય છે
લોકોના મનનો સાગર ઘુઘવાય છે
આમને તેમ બનતુ રહે છે કાયમ કે આમ કેમ લોકોના મન ભરાય છે

42)આમ તો અમે યાદ સજાવી તેમ અમે યાદ ઉઠાવી
આમ તેમ ફરતા થતુ કે આમ કેમ યાદ છુપાવી

43)સાગરમા ઘણા વહે છે વહાણ જંગલમા ઘણી ઉંડી છે ખાણ
થતુ રહે છે શબોરોજ દીલમા
નથી કેમ એક ઓળખાણ

44)અમથા નથી જતા કાઇ પ્રાણ વાગે છી દીલમા ઘણા બાણ
ઉંડે સુધી વહે છે દીલમા એક યાદ જે બને છે અજાણ

45)જ્યારે જીવતા માણસો નડે
જ્યારે ઠેસ વાગી પડે
માણસો કેમ આમતેમ થાય કે તેના મ્રુતદેહ ભડભડ બળે

46)જિન્દગીમા કશુ નહી બોલશો નથી જિન્દગી ખેલ કે પુછેશો
જિન્દગી એક સફર કે આ બન્ધન હવે ના તોડશો

47)હવે તમે જાજુ ના સોચશો
જાજુ ના કઇ તરછોડશો
આમ થવામા જિન્દગી જતી કે ના હવે બન્દ આંખો ખોલશો

48)યાદના સહારા છે હારે
હવે જવુ છે ઉતારે
યાદ છે સ્વર્ગમા  ત્યા
હવે ન થશો ભારે

49)વાત અમસ્થી કહેવાઇ છે અમસ્થુ જ્યારે રડાય છે
વતવાતમા આવે છે યાદ કે અમસ્થુ જ બધુ રોકાઇ છે

50)યાદોનો રચો ઇતિહાસ
હવે ખાસ છે વિશ્વાસ
યાદ બને છે બેકરાર કે
તડપ બને છે શ્વાસ

51)યાદની જાળ હવે સંકેલી પળપળની યાદ્હવે મેલી
યાદ બની છે દર્દ તો
એ યાદ હવે અમે રોકેલી

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s